આજ જીવંત છે…

FB_IMG_1489342716091

 

આજ જીવંત છે
વિજેન વહેલી સવારે વોક પર નીકળી એક અર્જન્ટ ફોન યાદ આવ્યો તેને રિપ્લાઈ કરી રહ્યો હતો.ત્યાંતો ,બાજુમાંથી કોઈનો મધુર સ્વર સાંભળી અટકી ગયો .
“ગુડ મોર્નિંગ વિજેન,કેમ છો ?બહુ સમય બાદ દેખાયા ?”
“ઓ ,વેરી ગુડ મોર્નિંગ ડો.પરાશર વૉટ્સ ગોઈંગ ઓન ?”
“જસ્ટ રૂટિન,તમને જોઈ ખુબ આનંદ થયો .”
“દુઃખદ ઘટનાની સંવેદનાઓ તો દિલમાં ધરબી ફરી સમય સાથે વહેવું જ પડે છે માય ડીયર.. ” ડો .રિકેન બોલ્યા
“આજનો ઉગતો સૂર્ય ફરી તમને ચેતનવંતા બનાવી દે એવી શુભેચ્છા .”
“થેન્ક્સ ,તમારા જેવા મિત્રોના લાગણીભર્યા મેસેજ વાંચી ને ખુબ રિલેક્સ લાગતું હતું પણ, ફરી આપણી સવારની આ સૂર્ય- સભામાં આવું નહિ ત્યાં સુધી મારા લાગણીવનનું નવસર્જન શક્ય જ નહોતું ”
“અમે પણ તમને પ્રિય પત્નીને ગુમાવી દીધા પછી મૌનસાધના અને અલિપ્તપણાને મનભરી જીવવા દીધું અને આજે તમે ફરી નવજીવનની દોડ શરૂ કરી, એના સેલિબ્રેશન માટે બાગમાં બેસી તમારી પાસે ગીત સાંભળવાનો પ્રોગ્રામ ઘડી દીધો છે ”
“થેન્ક્સ મિત્રો ,જરા આ બીજો રાઉન્ડ પૂરો કરી આવું છું ”
વિજેન શહેરની પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટ કંપનીનો માલિક હતો.એક દીકરોહતો જે વિદેશમાં ભણતો હતો.અને ૨ મહિના પહેલા એની પત્ની કુશા એક સંસ્થાએ ગોઠવેલા મંદિરના પ્રાણપ્રતિસ્થા ઉત્સવમાં હાજરી આપવા જતી હતી ત્યાં કાર અકસ્માતમાં મૃત્યુ પામી હતી.
અડધી રાતે સ્વપ્ન આવતું ….અચાનક ખળ ખળ વહેતા જિંદગીના પ્રવાહમાં જાણે ધુમ્મસ છવાયું અને આંખ ખોલી જુએ છે તો હોડીમાં સામે બેઠેલ એનું પ્રિયપાત્ર હવામાં ઓગળી ગયું અને એ ….કુશા કુશા બૂમો પાડી એકલે હાથે હલેસા મારી કોઈક કિનારો શોધી રહ્યો છે…સફાળો જાગી ઉઠતો અને ફરી બંધ આંખે કુશાની યાદોમાં ખોવાઈ જતો.ઓફિસ જવાનું શરુ કર્યું પણ એકાંતનું અડાબીડ જંગલ રાત થયે એને વીંટળાઈ વળતું.
રાઉન્ડ પૂરો કરી ઘાસ પર બેઠેલું મિત્રવૃંદ જોઈ ઝડપથી પહોંચી ગયો .સરસ પવન વાતો હતો અને સંતરાના જ્યુસનો સીપ લેતા એક ગુજરાતી ગઝલ ગાઈ સંભળાવી .એના અવાજનું દર્દ સૌ સમજી રહયા હતા.પછી ડો.અલિપ્તા પરાશર સાથે ફરી યોગાસનના ફાયદા વિષે ડિસ્કસ કરવા માંડ્યો.બધા મિત્રોએ બીજે દિવસે યોગા સેન્ટર પર મળવાનું નક્કી કર્યું .
કેટલાક ડો. મિત્રોનું ગ્રુપ સાથે બીઝ્નેસ ગ્રુપમાં અપરણિત ડો.અલિપ્તાની અને પરિણીત ડો.સંવાદ મિશ્રની દોસ્તી વિવાદાસ્પદ હતી .પણ ગ્રુપમાં સૌ એક મૌન જાળવી રહેતા.ડો અલિપ્તાની પણ પોતાની અલગ પ્રેકટીશ હતી અને એ વિજેનની કલાયન્ટ પણ હતી .ખુબ સૌમ્ય અને મિલનસાર અલિપ્તાને એકવાર કુતુહલવશ વિજેને અપરણિત રહેવાનું કારણ પણ પૂછેલું અને સૌમ્યાએ એની અને ડો. સંવાદના પ્રેમની અને પૈસા ખાતર ડો. સંવાદે નહિ ગમતી છોકરી સાથે કરેલા લગ્ન તથા ખુબ મોટું નર્સિંગ હોમ બનાવી જિંદગીની વાસ્તવિકતા સાથે કરેલા સમાધાનની વાત જણાવી હતી.પ્રેમ ખાતર એકલી સંઘર્ષ કરતી ડો.અલિપ્તા માટે એને ખુબ માન હતું .અને એના જીવનમાં આવી પડેલા દુઃખમાં પણ સતત આધ્યાત્મિક પુસ્તકો વિજેંનને મોકલતી અને ખુબ સાંત્વન આપતી .થોડા દિવસ વિજેનનો સમય એનો દીકરો યુ .એસથી આવ્યો એની સાથે સરસ વીતી ગયો .ને ફરી એકલતા
“પપ્પા, તમે પણ ત્યાં આવતા રહોને,ત્યાં પ્રેકટીશ શરુ કરી દેજો.”
“દીકરા અહીં એકદમ સેટ છું અને ત્યાંનું વાતાવરણ હવે મને નહિ ફાવે.અહીં મારું મિત્રમંડળ એવું લાઈવ છે કે મને જરા જીવવા જેવું લાગે છે.તારો વિચાર તો ત્યાંજ સેટ થઇ જવાનો લાગે છે !”
“પપ્પા મારી ગર્લફ્રેન્ડ પણ આ વર્ષે ત્યાંજ માસ્ટર્સ કરવા આવવાની છે ”
“ઓહ સરસ ,તારી મમ્મી હોતે તો આ જાણી એટલી ખુશ થઇ જતે.મને વારંવાર પૂછતી ,”આપણા દીકરો પણ કોઈના પ્રેમમાં પડ્યો હશે આપણી જેમ ?”
અને વિજેનની આંખમાં તગતગતા આંસુ જોઈ ,
“પપ્પા ,મમ્મી ની યાદ તો આપણા દિલમાં પળેપળરહેવાની છે .પણ ..સમય સાથે તમે પણ કોઈક સાથે નવું જીવન શરુ …..અમેરિકામાં તો આ બધું કોમન ….”અને ચૂપ થઇ ગયો . ને ફરી એકલતા.દિવસો વીતતા હવે વિજેન પણ સમયના પ્રવાહમાં એકલો સંતુલન કરતો થઈ ગયો હતો.
ફોનની રિંગ વાગી ને ડો. અલિપ્તાએ લંડનની હોસ્પિટલમાં સરસ પોસ્ટ મળી હોવાં જણાવ્યું અને વિજેન તરત એને મળવા દોડી ગયો .
” કેમ અલિપ્તા આમ અચાનક દૂર જતા રહેવાનું વિચાર્યું ?”
“વધુ સારી તક અને અલગ વાતાવરણમાં કામ કરવાની ઈચ્છા થઇ છે ”
“હું નથી માનતો આ સાચી વાત હોય .”
“કેમ એવું લાગે છે ?”
” કોઈક પરિસ્થિતિથી ભાગતી હોય એવું લાગે છે ,જાણું છું તું તારો પહેલો પ્રેમ ભૂલી નથી સકતી .અને તમારા આ સંબંધોને લીધે થતી સમાજની અવહેલના પણ સહન નથી થતી.સાચું ને ?”
અને ડો. અલિપ્તા આંખ ઝુકાવી પાંપણ પરથી ટપકી જતા આંસુઓને સંભાળતી જલ્દીથી બારીની બાજુમાં જઇ ઉભી રહી ગઈ .
વિજેન નજીક પહોંચ્યો અને એના ખભા પર હાથ મૂકી ,
“અલિપ્તા ,તારા બધું છોડી અહીંથી જતા રહેવાના નિર્યણને… મારી એક વાતથી તું બદલશે એવો મને વિશ્વાસ છે,હંમેશા માટે મારી બની રહી જવાનું એટલેકે તારી સાથે લગ્ન કરવાનું અને તને હંમેશા ખુશ રાખવાનું મારું વચન”
અને અલિપ્તાને પોતાની તરફ ફેરવતા એની આંખેથી ટપકતા આંસુને હથેળીમાં ઝીલી લીધા.અલિપ્તાના હૃદયમાંથી ઉમડતો ભાવનાઓનો સાગર ક્યાંય સુધી આંસુઓ થઇ વિજેનના ખભે ટપકતો રહ્યો .

-મનીષા જોબન દેસાઈ

અચ્છે દિન આ ગયે લેકિન

14449781_10209137071956911_3746292984091578580_n

મનિષા જોબન દેસાઇ

સુરતથી એક સામાજીક કામે બે-ત્રણ કપલ ટ્રેનમાં બીલીમોરા જવા નીકળ્યા. ટ્રેન ના છેલ્લા બે ડબ્બામાં ખાસ કંઈ ભીડ નહોતી.
“હાશ,સરસ જગ્યા મળી ગઇ “.બઘા વાતો એ વળગ્યા.
એટલામાં ડબ્બા હલ્યા , એટલે એક જણ બોલ્યું.
“વાહ, આજે સમય પર પહોંચી રાત્રે ઘરભેગા થઇ જઇએ”. વળી દસેક મિનિટ નીકળીગઇ. એક જણ કહે,
“હું ઉતરી ને જોઇ આવું.”
અને બહાર ઉતરતા બૂમ પાડી.
“અરે ,બઘા નીચે ઉતરો .ટ્રૈન તો ડબ્બા છોડી જતીરહી છે. “અને હસાહસ સાથે બઘા સ્ટેશન પર પાછા ઉતયાઁ .
“ચાલો, પોણો કલાક પછી બીજી ટેન છે. ભજીયા પાટીઁ કરી લઇએ. “

મક્કમ હદયે

14429278_10209058987124839_997091836_n

અમદાવાદની ઓફીસમાં પ્રમોશન થયું ને કૃતિકાએ ભાઈને કહ્યું, હમણાં થોડો વખત મામાને ત્યાંજ રહીશ .થોડું શહેર જાણીતું થાય પછી કંપનીનાં ફ્લેટ પર જઈશ .એન્જીન્યરીંગમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકેલી કૃતિકા નવા પ્રોજેક્ટ પર કામમાં વ્યસ્ત થઇ ગઈ .મામાને ત્યાં નો સપોર્ટ એટલો સરસ લાગતું જ નહોતું જાણે ઘરથી દૂર આવી છે .અને મામા ની દીકરી જાહ્નવીની કંપની અને સર્કલમાં પણ વિકેન્ડ સરસ જતું હતું .પપ્પાના મૃત્યુ બાદ મામાનો બંને ભાઈ -બેનને ભણાવવામાં પણ ઘણો સપોર્ટ રહ્યો હતો. ઓફીસમાં એના કામ માટે અભિનંદન આપતા બોસ સક્ષમ ,કહે

“સાચેજ કૃતિકા ,તમારા આવવાથી મારું કામ વધુ વ્યવસ્થિત કરી શક્યો .તરત સમજીને રિએક્ટ કરે ન તે વર્કની મઝા જ કઈ ઓર છે .”

“થેન્ક્સ સર ,મને પણ અહી આવી ઘણી નવી ટેક્નોલોજી અને કાર્ય પદ્ધતિ વિષે જાણવા મળ્યું .”

નવી આવી થોડા સમયમાં સક્ષમ નું કૃતિકા ને જ બધે સાથે રાખી કામ કરવું ઓફીસ માં ઈર્ષ્યાનો વિષય બની ગયો .લન્ચ અવરમાં બધા નાસ્તો કરી રહ્યા હતા ને સક્ષમે ઓફીસ માં બોલાવી .પંડ્યા અને વંદનાબેન બોલ્યા ,

“વાહ તારો તો વટ છે હં,”ને સૂચક હસવા માંડ્યા .કૃતિકા એમનો ભાવ પારખી ગઈ. પણ …કઈએ બોલ્યા વગર જરા આવું છું કહી કેબીન માં જતી રહી .

“ઓહ થેન્ક્સ કૃતિકા ,તે મારા નવા પ્રોજેક્ટ નો ફુલ્લ રીપોર્ટ તૈયાર પણ કરી દીધો .વેલ ,હું એક વિક માટે નિહારિકા સાથે લોનાવાલા જઈ રહ્યો છું .એટલે ટેન્શન માં હતો પણ તું જ આ પ્રોજેક્ટ નું બેંગ્લોર ઇન્વેસ્ટર કંપની ની પેનલ આવવાની છે એમને સમઝાવી દેજે .અને હજી તું કંપની નાં ઘર માં શિફ્ટ નથી થઇ ?મણીનગર થી અહી સુધી આવવું ,ઇટ્સ લોંગ ડ્રાઈવ .”

“બસ સર થોડા સમય માં વિચારી લઉં ” ફરી ને આવ્યા બાદ થોડા દિવસ માં સક્ષમે રાતના ફોન કર્યો .

” કેમ છે,નવી જગ્યાએ ગમે છે ને ?બાઇ ધ વે ,આપનો નવો પ્રોજેક્ટ નું કન્ફર્મેસન આવી ગયું છે આ સેટરડે પાર્ટી રાખી છે ઘરે ગાર્ડનમાં .”

પહેલી વાર નિહારિકા ને ઓળખાણ આપતા કહ્યું ,

“આ મારી એકદમ ફાસ્ટ અને બુદ્ધિશાળી રોબોટ”

“હા …હા .બહુ સાંભળી રહી છું હમણાં હમણાં તમારા વખાણ ” અત્યંત સુંદર પણ સાવ અભિમાની અને ડોમિનેટિંગ નિહારિકા ને કૃતિકા પહેલી નજર માં પારખી ગઈ .

“થેન્ક્સ મેડમ ‘ પણ એકદમ નિર્દોષ અને સાફદિલ સક્ષમ ને ખાતર ચુપ રહી જતી .

“નવો પ્રોજેક્ટ કંપની માટે માઈલ સ્ટોન બની રહેશે “.સક્ષમ બોલ્યો . અને ખરેખર કંપની નેએવાર્ડ ડીકલેર થયો ને સક્ષમે નવા પ્રોજેક્ટ નું નામ “કૃત્નાક્ષા”આપવાનું નક્કી કર્યું આ સાંભળી ઓફીસ માં ખળભળાટ મચી ગયો .અને સાથે ઘરમાં નિહારિકા ના ટોન્ટ તથા વારંવાર નાં ફોન ચેક કરવા વગેરે થી સક્ષમ ની જિંદગી માં એટલો સ્ટ્રેસ રહેવા માંડ્યો અને નિહારિકા એ કૃતિકા ને ફોન પર ગમે તેમ સંભળાવ્યું .કૃતિકા પણ કઈ ને કઈ બહાનું કાઢી થોડી દૂર રહેવા માંડી .એને વિચાર કરી લીધો કે હું મારા ઘરે પાછી જાઉં .એક લેટર લખી પહેલા ૧૫ દિવસ ની ર્ર્જા લઇ ટુર પર જાઉં છું કહી મામા ને ત્યાં રહેવા ગઈ .
એક દિવસ મામી એ ખાનગી માં પૂછ્યું “કૃતિકા ,અમારી કીટી માં એક બહેન તારા અને બોસ સક્ષમ વિષે જરા આડુંતેડું બોલતા હતા .મેં તો સંભળાવી દીધું ને ચુપ કરી દીધા .પણ દીકરા ,આવી વાતો થાય એ યોગ્ય ન કહેવાય .”

” મામી ,હું કેવી રીતે બધા ને મારી સચ્ચાઈ સમજાવું, વિચારું છું અહી ક્યાંક જતી રહું .”

“જીંદગી ની મુશ્કેલીઓ થી ભાગી જવું એ આપણાં ભણતરે શીખવ્યું છે? એમ હિંમત થોડું હારી જવાય ,એનીજ પ્રતિસ્પર્ધી કંપની વાળા ને તારા મામા ઓળખે છે .હું વાત કરી એમાં કરાવી દઈશ.”

“પણ મામી ,એમાં સક્ષમ નો શું વાંક ?”

” એમ લાગણીવેડા નાં કરાય ,લોકો ની વાતો અને સક્ષમ ની પત્ની નો ધીક્ક્કાર તારું ભવિષ્ય રોળી નાખશે ”

મામાને ત્યાંથી ઘરે પહોચતા નવી કંપની નો પેકેજ ઓફર નો લેટર જોયો ક્યાય સુધી હાથ માં લેટર લઇ વિચારતી ખુરશી પર બેસી રહી .મોબાઈલ ની રીંગ વાગતી હતી ને કંટાળી ને બંધ થઇ ગઈ .આજની સાંજનો સુરજ બાલ્કનીમાં એકદમ ઉદાસ ઢળતો લાગ્યો .કાલે ઓફીસમાં સક્ષમને કઈ રીતે …. ત્યાં તો ડોરબેલ વાગી .અને સામે સક્ષમ … એકદમ જોતી જ રહી વિચાર માં ,

“અંદર આવું કે નહિ?”

ઓહ ,સોર્રી આવો આવો જસ્ટ જરા હમણાં જ આવી ને આ …”

“ઓકે ઓકે ,ટેક યોર ટાઈમ ,આઈ વેઇટ હિયર .”કહી હીંચકા પર બેઠો .

“અ…આમ અચાનક તમે અહી ?”

“બસ,એટલો બેચેન થઇ ગયો તો કે એમ થયું જરા વાત કરી લઉં , ફોન કર્યો પણ રીંગ જતી હતી બહાર નીકળતા નીચે વોચમેન ને પૂછ્યું તો કહ્યું કે સવારે જ આવી ગયા છે એટલે …”

“આ રીતે તમે અહી આવો ને નિહારિકા મેડમ જાણે તો વધુ તોફાન થશે અને ….આપણું કામ કરવું અઘરું થઇ જશે.” સક્ષમ ઉભો થઇ એકદમ કૃતિકા ને વળગી પડ્યો .

“પ્લીઝ તમે આમ …..” અને કૃતિકા ની આંખ માંથી ગરમ ગરમ આંસુ ટપકવા લાગ્યા. ખભા પર ટપકતા સક્ષમ નાં આંસુ ના સ્પર્શે બોલતી અટકી ગઈ .

“હું તારા વગર નહિ જીવી શકું .ફક્ત કામ નહિ મારી જિંદગી નો એક ભાગ બની ગઈ છે તું .”

“પણ…… ” મન મક્કમ કરતા સક્ષમ ને દૂર ખસેડતા બોલી ,

“મારાથી હવે કામ નહિ થાય અને મને એક મોટું પેકેજ મળી ગયું છે એમાં વધારે રસ છે .”

“આ શું બોલી રહી છે તું ? હું તને પ્રેમ કરું છું તું કહે તો હું બધું છોડી દેવા તૈયાર છું ”

“પ્લીઝ તમે જતા રહો અહીંથી .” અને સક્ષમનાં ગયા પછી મનભરીને રડી લીધું .રાત્રે કોમ્પયુટર પરથી નવી કંપની જોઈન્ટ કરવા નું કન્ફર્મેસન આપી દીધું ,

ઓફીસ નાં મહેણાં ટોણાં કે નિહારિકા નાં ધિક્કાર ને તો જીરવી જતે પણ સાથે રહી આ પ્રેમ કેવી રીતે ખાળી શકતે .

-મનિષા જોબન દેસાઇ

એક નવો સત્યાગ્રહ

14066406_10208783898927806_846352368463198756_o
લાગણીની ટશરો ને શબ્દો છંટાયા….

વિકાસ પામી રહેલ ગામ માનપુરાની સ્કુલનાં આચાર્યા રાજલતાબેનનો રોજનો નિયમ તે લાઈબ્રેરી પર થતા જાય,વાંચવાનો ખુબ શોખ .શહેરથી પરણીનેં અહી આવ્યા ત્યારે તો ગામમાં બહુ થોડી મહિલાઓ શિક્ષિત .પણ જીદ કરીને શાળાના શિક્ષકની નોકરીએ જોડાયા અને ત્રણેક વર્ષથી આચાર્યા તરીકે .બધાનાં વિરોધ છતાં સાસુજી અને પતિનો ખુબ સપોર્ટ .

“હાય…. હાય આવા મોટા ઘરની વહુ નોકરી કરે “.

થોડો સમય ગામલોકમાં ગણગણાટ ચાલ્યો.  ગામની લાઈબ્રેરીને પણ કમ્પ્યુટરથી સજ્જ કરી ઓનલાઈન શિક્ષણ કોઈ પણ ઉંમરની વ્યક્તિ મેળવી શકે એના ક્લાસ શરુ કરાવ્યા. લાઇબ્રરી પહોચતાંજ સામેથી નીમીતા દોડતી આવી .”બેન ,આ વખતનાં મારા માર્ક તમે જોશોને ……”વગેરે

“વાહ વાહ ,આમજ મહેનત કરતી રહેજે.”

“પણ બેન ,હજુતો મારું અગિયારમું ધોરણ ચાલે છે ને પિતાજીએ તો મારા લગ્ન પણ નક્કી કરી નાખ્યા ,માંએ ઘણો વિરોધ કર્યો પણ માનતાંંજ નથી .લગ્ન કરી આપણા ઘરે રહેવાનું ને પછી…. ”

“પણ આ રીતે નાની ઉંમરમાં લગ્ન કરાવા એતો કાયદાની વિરુદ્ધ છે .”

“બેન તમે તો જાણો છોને રાજકારણમાં મારવાડ ડીસટૃક્ટમાંથી ચૂંટાયા છે ,તે કાયદા ને તો એસી કી તેસી સમજે છે ને બેન મારો ભાઈ પણ ભણવાનું છોડી રોજ પાર્ટી કાર્યાલયનાં રવાડે ચઢ્યો છે ,ખાલી એક વર્ષ કોલેજ નું કર્યું ”

“અરે ,આ તો ઘણું ખોટું થઇ રહ્યું છે” રાજ્લાતાબેન વિચારે ચઢ્યા.આપણાં દેશ ની આ માનસિકતા કે

“હવે ઘર સાચવો આપણે ક્યા કામ કરવા જવાનું છે.”નીમીતાનાંં પિતાનાંં પ્રમુખપદે એક સમારંભનું આયોજન કર્યું અને શિક્ષણ વિષેની નવી યોજનાઓનું એમના હાથે ઉદ્ઘાટન કરાવ્યું .સરસ ભાષણ ચાલતું હતું ને પાછળ ટોળાંમાંથી થોડા જુવાનીયાઓએ બુમો પાડી .

“અરે તમે તમારી દીકરીને તો અધૂરા ભણતરે સાસરે વળાવી દો છો.અમારો શું ઉદ્ધાર કરવાનાં?”

“જેમ તેમ બધાને શાંત પાડી સમારંભ પત્યો એટલે રાજ્લાતાબેને નીમીતાનાંં પિતાને કહ્યું

‘માફ કરજો ,પણ આવી તેજસ્વી વિદ્યાર્થીની અને તે પણ નાની ઉંમરની ,જરા લોકોમાં આક્રોશ ફેલાયો છે ”

”હું કાઈ એવા બધા લોકોની પરવા નથી કરતો ”

રાજ્લાતાબેન સમજી ગયા કે આમને સમજાવવું અઘરું.અચાનક એક દિવસ સવારમાં ગામમાં ટોળે વળી બધા વાતો કરતા હતા ને રાજલતાબેન સમાચાર મળતાં દોડી ગયા .

“અરે ,નીમીતાએ તો ઘરે અને એની ફ્રેન્ડને ચિટ્ઠી લખી અને આપઘાત કરી લીધો છે .એની ઓઢણી ,પુસ્તકો વગેરે નદી કિનારેથી મળ્યા છે ,લખ્યું છે કે મને ભણતી અટકાવી લગ્ન કરાવી દેવાના હોવાથી મારે જીવવું નથી ”

અને…..ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો .નીમીતાનાં પિતાનું આક્રંદ જોઈ બધા સ્તબ્ધ થઇ ગયા .

“મારી દીકરી ગુમાવી દીધી વગેરે …..અરે ,એ જે કહે એ હું કરવા તૈયાર છું કોઈ એને પાછી લાવો .”

ત્યાં તો રાજલતાબેન થોડી વારમાં નીમીતાને લઇ હાજર થયા .અને પિતા એને જોઈ ભેટી પડ્યા .

“ભાઈ ,માફ કરજો તમારી આંખો ખોલવા મારે આ નાટક ઘડવું પડ્યું. ભગવાનનો પાડ માનજો કે આવું ખરેખર થયું નથી ,પણ બાળકનું મન આપણી જીદ આગળ તરફડે છે ત્યારે કઈ પણ કરી બેસે .”

-મનીષા જોબન દેસાઇ

સફરનો સંગાથ

 

 સફર નો સંગાથ

વેકેશન પડે એટલે જીનીતા બે મહિના કાકા ,મામા ,માસીને ત્યાં મુંબઈ રહેવા જાય . પિક્ચર જોવા અને ખાવું -હરવું -ફરવું .૧૨ th નાં નવા વર્ષની તૈયારી પણ કરવાની .સાહિત્ય ,ગઝલ ગીતોની નવી નવી સમજ આવેલી. જાગતી આંખે સપનાં જોવાનાં દિવસો .

વહેલી સવારે ઘરે પાછા જવા ટ્રેઈન પકડવાની છે , સ્ટેશન પર ટાઇમે પહોંચ્યા પણ ખાસ્સી ભીડ, માંડ માંડ એક બેસવાની સીટ મળી .સામાન ગોઠવી રહી હતી ત્યાં બાજુ માં બેઠેલ યુવકે મદદ કરી .

“આવજો આવજો,” કરતાં માસી અને કઝીન્સ જઈને પહોંચ્યાંનો ફોન કરવાની સૂચનાઓ આપતા હતાં. ટ્રેઇન સ્ટાર્ટ થઇ . ધીરે ધીરે ગોઠવાયા. અને પછી જીનીતા એ બાજુમાં બેઠેલા યુવક ને ‘ થેન્ક્સ ‘ કહ્યું . બારીમાંથી પસાર થતાં દ્રશ્યો જોઈ બેસી રહ્યા .બધા આજુબાજુ કઈ વાતો કરી રહ્યા હતાં .બાળકો ચોકલેટ માટે ધમાલ કરતા હતાં .જીનીતાથી પણ એ જોઇ હસાઈ ગયું . ત્યાં તો બાજુમાંથી યુવકે પૂછ્યું .

“તમે ક્યાં જવાના ?” જીનીતા એ જવાબ આપ્યો એટલે યુવક કહે, “ઓહ ,હું પણ ત્યાંજ રહું છું .” થોડી ઘણી વાતો કરતા ગયા . એનું નામ નીરજ હતું . અને જીનીતાનાં જ શહેરમાં ફર્સ્ટ યરમાં સ્ટડી કરતો હતો . એના મોટા બહેનને ત્યાં પૂજા હતી એટલે બે -ત્રણ દિવસ માટે મુંબઈ આવ્યો હતો .સ્ટડી ને ફિલ્મોની થોડી વાતો થઇ રહી .અને ત્યાંતો સ્ટેશન આવ્યું . સામાન ઉતારવામાં મદદ કરતાં નીરજનાં હાથે અને વ્હાઈટ ટી- શર્ટ પર હેન્ડ બેગમાંના ઢોળાઈ ગયેલા અથાણા નો ડાઘ લાગ્યો . જીનીતાએ બે ત્રણ વાર’ સોરી ‘કહ્યું . ભીડમાંથી સામાન સાચવતા જીનીતા સ્ટેશન ની બહાર નીકળી . ભીડ માં આગળ પાછળ થઇ ગયા હતાં બન્ને. આમતેમ જોતા રીક્ષાની લાઈન માં ઉભી રહી ગયી . ભીડમાં અચાનક જીનીતા ની નજર રીક્ષાનીલાઈન મા જ ખાસ્સા દૂર ઉભેલા નીરજ પર ગઈ .નજરો મળી રહી હતી .પણ દૂર હોવાને લીધે વાત પણ શું કરવી .એટલામાં તો રીક્ષા આવી .

‘જલ્દી બેસો ,જલ્દી બેસો’ ની બૂમ સાંભળી જીનીતા રીક્ષામાં બેસી ગઈ.અને રીક્ષાવાળાએ તો પવનવેગે હંકારી દીધી .

શું કહે જીનીતા ? કે પાછળ મારો મનગમતો સંગાથ રહી ગયો છે …

વરસો વીતી ગયા આજે પણ જીનીતાનાં દિલના એક ખૂણામાં મીઠી તીખી યાદ ટકોરા માર્યા વગર ગમે ત્યારે આવી જાય છે .અને ….

જીંદગી ટ્રેઈન ની જેમ દોડતી જાય છે…

-મનીષા જોબન દેસાઈ

Create a website or blog at WordPress.com

Up ↑